ચીનના કરજાના ચક્કરમાં કઈ રીતે બીજા દેશો ફસાઈ રહ્યા છે?
પ્રકાશિત
રોકાણનીતિને લીધે બીજા દેશોને આર્થિક મદદ કે વેપારમાં મદદ માટે કરજ આપવામાં આવે છે. પરંતુ જ્યારે વાત ચીનની આવે છે તો 'ડૅબ્ટ ડિપ્લોમસી' શબ્દનો ઉપયોગ થાય છે.
આ જ 'ડૅબ્ટ ડિપ્લોમસી' વિશે જર્મનીના અર્થશાસ્ત્રી ક્રિસ્ટોફ ટ્રૅબેશ કહે છે કે વિકાસશીલ દેશોને ચીન જે પૈસા ઉધાર આપે છે તેનો અડધો હિસ્સો 'હિડ્ડન ક્રેડિટ' હોય છે.
રિસર્ચ થકી એવો અંદાજ લગાવાયો છે કે ચીને આપેલા છૂપા કરજાની કુલ રકમ વીતેલા બે દશકામાં મોટા પાયે વધી ગઈ છે અને હવે તે વીસ હજાર કરોડ ડોલરથી પણ ઉપર પહોંચી ગઈ છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો