ગુજરાત સરકાર બાળકોને કઈ રીતે ઑનલાઇન ભણાવશે?

પ્રકાશિત

તાજેતરમાં જ રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોને ફરીથી પરંપરાગત રીતે શાળામાં શિક્ષણકાર્યની શરૂઆત ન થાય ત્યાં સુધી વાલીઓ પાસેથી ફી વસૂલવાની મનાઈ ફરમાવી દેવાતાં રાજ્ય સરકાર અને શાળાઓ વચ્ચેનો મામલો વધુ ગૂંચવાયો છે.

જેને પગલે ખાનગી શાળાઓએ ઑનલાઇન વર્ગો બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. જેના પગલે સરકારે ખાનગી શાળાઓનાં બાળકોને ઑનલાઇન ભણાવવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે આ પછી શનિવારે ખાનગી શાળાઓના એક મંડળ ઑનલાઇન વર્ગો ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.

જોકે તમામ ખાનગી શાળાઓએ વર્ગો ફરી શરૂ કરવાની જાહેરાત કરી નથી.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ ત્રણથી 12 સુધી ભણતાં વિદ્યાર્થીઓ માટે 'ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓઇન્ફર્મેટિક્સ' એટલે કે BISAG વંદે ગુજરાત ચૅનલો, ડીડી ગિરનાર, GCERT અને GHSEBની યૂટ્યૂબ ચૅનલો મારફતે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો