You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સી. આર. પાટીલ માટે સુરતમાં યોજાયેલી રેલી ભાજપે અચાનક રદ કેમ કરી?
પ્રકાશિત
ભાજપના સંસદસભ્ય સી. આર. પાટીલની ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે તાજેતરમાં વરણી કરવામાં આવી.
પાટીલનું સ્વાગત કરવા માટે સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના વાઇરસના સંક્રમણ છતાં રેલીના આયોજનમાં વધુ લોકો પહોંચતાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું.
રેલીમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાને કારણે તેને રદ કરવામાં આવી. સી. આર. પાટીલ દિલ્હી મોદી-શાહને મળીને સુરત પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ સુરતમાં ગંભીર છે અને દરરોજ કેસોની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો