એ બહેનો જે રાખડી બનાવીને કમાય છે હજારો રૂપિયા

પ્રકાશિત

નવસારી જિલ્લાના અમલસાડસ્થિત 'ઓમ સાંઈરામ સખીમંડળ'ની આ બહેનો હાલમાં રાખડી બનાવવાનું કામ કરે છે.

આ મંડળે 80 મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગારી આપી છે.

આ બહેનો સિઝન પ્રમાણે રાખડી, કોડિયાં બનાવવાની અને અન્ય કામગીરીઓ કરે છે.

ગયા વર્ષે આ બહેનોએ બેથી અઢી લાખ રાખડીઓ બનાવી હતી.

જોકે આ વર્ષે કોરોના મહામારીની સ્થિતિને પગલે રાખડીઓ ઓછી વેચાશે, એવો તેમનો અંદાજ છે.

.તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો