You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ વિસ્તારોમાં ફરીથી લૉકડાઉન લાગુ કરવાની નોબત કેમ આવી?
ભારતમાં કોરોના વાઇરસ હજી સુધી કાબૂમાં આવ્યો નથી.
દિવસને દિવસે કોરોના વાઇરસના કેસ નવા વિક્રમો સર્જતા જાય છે.
હવે વાઇરસ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવાં શહેરો છોડીને નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાવાનો શરૂ થયો છે.
આ સમયે ફરીથી કોરોના વાઇરસને ફેલાતો રોકવા કે તેના પ્રસારને ધીમો પાડવા માટે દેશનાં કેટલાક વિસ્તારોમાં ફરીથી લૉકડાઉન લાગુ કરાયું છે.
જુદાંજુદાં રાજ્યો પોતાની રીતે કોરોનાના ફેલાવાને જોતાં ફરીથી લૉકડાઉન કરી રહ્યાં છે.
ઉપરાંત ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં સ્વયંભૂ લૉકડાઉન જાહેર કરી લોકોએ પોતાની રીતે કોરોનાથી બચવા પ્રયત્નો શરૂ કર્યા છે.
દેશમાં લૉકડાઉનની પરિસ્થિતિ શું છે સમજો વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો