પાકિસ્તાનમાં મળી આવ્યું આ પ્રાચીન મંદિર

પ્રકાશિત

સ્થાપત્ય સંશોધક નસરુલ્લા અબ્બાસી પાકિસ્તાનમાં અલગ અલગ પ્રાચીન સ્થાપત્યોની શોધ માટે જાણીતા છે.

તાજેતરમાં તેમણે એક પ્રાચીન હિંદુ મંદિર શોધી કાઢ્યું છે.

તેઓ કહે છે કે આવા સ્થાપત્યોને ધાર્મિક રીતે કટ્ટર લોકો કરતાં પણ ખજાનો શોધવા માટે સંશોધન કરનારા લોકોથી વધારે ખતરો છે. તેઓ મેટલ ડિટેકટર લઈને ફરે છે અને આવી જગ્યાઓએ તોડફોડ કરે છે.

અબ્બાસીને મતે જો ધાર્મિક પ્રવાસનને વેગ આપવામાં આવે તો આવા સ્થળોની રખેવાળી થઈ શકે છે.

નસરુલ્લાએ શોધેલું આ પ્રાચીન મંદિર કેવું છે જુઓ આ ખાસ વીડિયો અહેવાલમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો