You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન: ઇમરાન ખાને કોરોનામાં બેરોજગારો માટે શરૂ કરી આ યોજના
કોરોનાથી અર્થવ્યવસ્થાઓ હલબલી ગઈ છે અને બેરોજગારીમાં મોટો વધારો થયો છે. જોકે, આની વચ્ચે પાકિસ્તાનમાં એક નવી યોજના લાગુ કરવામાં આવી છે.
આ યોજનામાં બેરોજગાર બનેલા દૈનિક મજૂરોને નર્સરીમાં નોકરી આપવામાં આવી રહી છે.
ઇમરાન ખાને પાકિસ્તાનનું ગ્રીન કવર વધારવાની કવાયત ગ્રીન સ્ટિમ્યુલસ સ્કીમ શરૂ કરી છે અને તેમાં બેરોજગાર થયેલાં દૈનિક મજૂરોને નર્સરીમાં શ્રમનું કામ આપવામાં આવે છે.
જોકે, વિપક્ષ આને કરપ્શન કહે છે. ઇમરાન ખાનની પાર્ટી દાવો કરે છે કે આ પ્રોજેકટથી પાકિસ્તાનનું ગ્રીન કવર 3 ટકાથી વધીને 6 ટકા થઈ ગયું છે. બીબીસી આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ કરી શકી નથી.
પાકિસ્તાનથી સંવાદદાતા શુમાઇલા જાફરીનો આ અહેવાલ જુઓ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો