You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ટેસ્ટથી મગજ પર શું અસર થાય છે, તેના ઇલાજના ઉપાયો કયા?
જ્યારે પણ કોવિડ 19નાં લક્ષણોની વાત થાય છે કે કે તેની અસરની વાત થાય છે તો મગજ પર થનારી અસરની વાત નથી થતી.
ડોક્ટર્સ પણ ઘણી વાર આ લક્ષણોની ઓળખ નથી કરી શકતા. આ બાબત પર અભ્યાસો થયા છે અને મેડિકલ જર્નલ્સમાં છપાઈ પણ છે.
અત્યાર સુધી દુનિયાભરમાં થયેલા 300થી પણ વધારે અભ્યાસોથી એ ખબર પડે છે કે કોવિડ19ના દર્દીઓને અમુક ન્યુરોલૉજિકલ મુશ્કેલીઓ પણ થાય છે.
ફેબ્રુઆરીમાં ચીનમાં પણ શોધકર્તાઓએ વુહાન શહેરના રોગીઓ પર એક અભ્યાસ બાદ એ શોધ્યું કે કોરોના વાઇરસ સંક્રમણની અસર લોકોના મગજ પર પણ થઈ.
ચીની શોધકર્તાઓએ કોવિડના દર્દીઓમાં જે લક્ષણો જોયાં હતાં તે બધાં લક્ષણોને તેમણે એન્સિયાફિલોપથી હોવાનો સંકેત આપ્યો હતો.
મેડિકલની ભાષામાં એન્સિયાફિલોપથી શબ્દનો ઉપયોગ મગજ પર પડેલી ખરાબ અસર માટે કરવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો