શું સદીના અંત સુધીમાં ભારતની વસતી ઘટી જશે?

પ્રકાશિત

હાલ વસતીની બાબતમાં ભારત કરતાં માત્ર ચીન આગળ છે, પરંતુ એક રિપોર્ટમાં કરાયેલા દાવા પ્રમાણે સદીના અંત ભાગ સુધીમાં ભારતમાં વસતીવિસ્ફોટની પરિસ્થિતિ સુધરી શકે છે.

એટલે કે રિપોર્ટમાં કરાયેલા અનુમાન અનુસાર આ સદીનો અંત ભાગ આવતાં-આવતાં ભારતની વસતી ઘટીને લગભગ 100 કરોડ જેટલી જ થઈ જશે. એટલે કે હાલની વસતી કરતાં પણ 30-35 કરોડ ઓછી.

માત્ર ભારત જ નહીં વિશ્વની કુલ વસતીમાં પણ અતિશય ઘટાડો થવાનું અનુમાન છે. અગાઉ કરતાં વિશ્વની વસતી બે અબજ સુધી ઓછી હશે એવું અનુમાન છે. આ અંદાજ પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ 'લૅંસેટ'માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં કરાયો હતો.

આ રિપોર્ટ પ્રમાણે હાલ વિશ્વની વસતી લગભગ 7.8 અબજ છે, જે વર્ષ 2100માં લગભગ 8.8 અબજ થઈ જશે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2019માં જે રિપોર્ટ પ્રકાશિત કરાયો હતો, તેમાં વર્ષ 2100 સુધીમાં વિશ્વની વસતી લગભગ 10.9 અબજ થઈ જવાનું અનુમાન કરાયું હતું.

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ અનુસાર આ સદીના અંત સુધીમાં અનુક્રમે ભારત, નાઇજીરિયા, ચીન, અમેરિકા અને પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા દેશો હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો