જ્યારે ખેડૂતનાં દીકરી 'અમેરિકાઝ ગૉટ ટૅલેન્ટ' શોમાં ચમક્યાં
પ્રકાશિત
'અમેરિકાઝ ગૉટ ટૅલેન્ટ' શોમાં પોતાના ડાન્સથી બધાને મોહિત કરનારાં સોનાલી અને સુમંત ઘણાં ચર્ચામાં છે.
ઑડિશન રાઉન્ડ ક્લિયર કર્યા બાદ તેમનો વીડિયો વાઇરલ થયો અને જજે તેમને સીધા ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં પર્ફૉર્મ કરવાની તક આપી.
15 વર્ષીય સોનાલી મજુમદાર એક સામાન્ય પરિવારમાંથી આવે છે.
છ વર્ષનાં સોનાલીને પિતા કોલકાતા લઈ આવ્યાં અને અહીં તેમને મળ્યા ગુરુ અને નવા ડાન્સ પાર્ટનર.
હવે આ જોડી દેશ-વિદેશમાં નામ કમાઈ રહી છે અને તેમને પોતાનાં સપનાં સાકાર થતાં નજરે આવી રહ્યાં છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો