કોરોનામાં કાશ્મીર : 'સરકાર કહે છે ઘરમાં રહો પણ ઘર નાશ પામ્યું છે, અમે ક્યાં જઈએ?'

પ્રકાશિત

કાશ્મીરમાં ચરમપંથીઓ અને સુરક્ષાદળો વચ્ચે બંદૂકના સહારે થતી લડાઈના કારણે અહીં વસતા ઘણા રહેવાસીઓના ઘર નષ્ટ થઈ ગયા છે.

વર્ષ 1990થી લઈને આજ સુધી સેંકડો ઘર ભસ્મીભૂત બન્યાં છે.કારણ કે સુરક્ષાદળો આ પ્રકારની જગ્યાઓમાં છુપાયેલા ચરમપંથીઓનો ખાત્મો કરવા ઑપરેશન ચલાવતાં આવ્યાં છે.

કેટલાક નાગરિકોનું કહેવું છે કે આ પ્રકારે નાશ પામેલી સંપત્તિનું વળતર મેળવવાનો દાવો કરવો મુશ્કેલ છે.

જેમનું ઘર નાશ પામ્યું છે એવાં બેબી બશીરે બીબીસીને કહ્યું કે, “સરકાર કહે છે કે લૉકડાઉન દરમિયાન પોતાના ઘરમાં રહો. પણ અમારાં ઘર તો નાશ પામ્યાં છે. અમે ક્યાં જઈએ?”

કોરોનાની મહામારી વચ્ચે કાયમ અસુરક્ષિત જીવન જીવતાં કાશ્મીરીઓની પરિસ્થિતિ દયનીય છે.

જુઓ શ્રીનગરથી બીબીસી સંવાદદાતા આમીર પીરઝાદાનો આ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો