ઈરાને ચાબહાર રેલ પ્રોજેક્ટ ચીનને આપી દેતા ભારતને કેટલું નુકસાન?

વીડિયો કૅપ્શન, ઈરાને ચાબહાર રેલ પ્રોજેક્ટ ચીનને આપી દેતા ભારતને કેટલું નુકસાન?
પ્રકાશિત

ઈરાને ચાબહાર રેલ પ્રોજેક્ટથી ભારતની અલગ કરી નાખ્યું છે.

ઈરાને આનું કારણ ભારત તરફથી ફંડ મેળવવામાં જોવી પડી રહેલી રાહને ગણાવ્યું છે. ઈરાન અને ભારત વચ્ચે ચાર વર્ષ પહેલાં ચાબહારથી અફઘાનિસ્તાન સરહદ પર જાહેદાન સુધી રેલ લાઈન પાથરવાને લઈને સમજૂતી થઈ હતી.

હવે ઈરાને પોતાની રીતે જ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે અને એના પર કામ શરૂ કરી દીધું છે.

અમેરિકન સમાચારપત્ર 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર લગભગ 400 અબજ ડૉલરના આ સોદા હેઠળ ઈરાન ચીનને આવતાં 25 વર્ષ સુધી ખૂબ જ સસ્તાદરે કાચું તેલ આપશે અને એના બદલામાં ચીન ઈરાનમાં મોટા પાયે રોકાણ કરશે.

બંને દેશોએ આ સમજૂતી એવા સમયે ચૂપચાપ કરી લીધી છે જ્યારે વિશ્વ કોવિડ-19ની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.

ઈરાને ચીન સાથે આ સમજૂતી અમેરિકાના પ્રતિબંધો અને ધમકીઓને બાજુ પર મૂકીને કરી છે એટલે એની દૂરગામી અસર થવાના સંકેત ગણાવાઈ રહ્યા છે. જોકે, ભારત પણ આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ જયા ભારત ઉપર પણ આની મોટી અસર પડી શકે છે.

ઈરાન-ચીનની દોસ્તી અને શા માટે આ ચાબહાર મહત્ત્વનું છે જાણો આ વીડિયો અહેવાલમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો