સુનિતા યાદવે કહ્યું "આ તો ખાલી ટ્રેલર છે ફિલ્મ હજી બાકી છે"
પ્રકાશિત
સુરતના એલઆરડી મહિલા પોલીસ કૉન્સ્ટેબલ સુનિતા યાદવ અને ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણીના પુત્ર વચ્ચે બોલાચાલીને કારણે મોટો વિવાદ ઊભો થયો છે.
આ વિવાદમાં મીડિયામાં કેટલીક વીડિયોક્લિપ પણ વાઇરલ થઈ. સુનિતા યાદવ અને મંત્રીના પુત્ર વચ્ચેનો વિવાદ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે ત્યારે સુનિતા યાદવે તેમના સોશિયલ મીડિયા પર આ અંગે લાઇવ વાત લોકો સમક્ષ કરી.
એ લાઇવમાં તેમણે પોલીસ પર કામનું દબાણ સહિત અનેક વાતો કરી.
એમણે એમ પણ કહ્યું કે મીડિયા જે બતાવે છે એ તો દસ ટકા જેટલું જ છે.
એમણે દાવો કર્યો કે 'આ તો ફક્ત ટ્રેલર છે અને ફિલ્મ હજી બાકી છે.' જુઓ સુનિતા યાદવે શું શું વાત કરી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો