સુનિતા યાદવ : એ પોલીસ કૉન્સ્ટેબલ જેમનો મંત્રીના પુત્ર સાથે વિવાદ થયો
પ્રકાશિત
સુરતમાં મહિલા લોકરક્ષક પોલીસ કૉન્સ્ટેબલ સુનિતા યાદવ મંત્રીના પુત્ર સાથેની તકરારને લઈને વિવાદમાં આવ્યાં છે.
લૉકડાઉનના નિયમોનો ભંગ અને કથિત રીતે અભદ્ર ભાષાનો પ્રયોગને લઈને બનેલી આ ઘટનામાં સુનિતા યાદવ અને રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી કિશોર ઉર્ફે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને તેમના કેટલાક મિત્રો વચ્ચે રકઝક થઈ હતી.
એ પછી સુનિતા યાદવે રાજીનામું આપી દીધું હતું તો પોલીસે સુનિતા યાદવ અને મંત્રીના પુત્ર તથા તેમના મિત્રો સામે ફરિયાદ નોંધી છે.
અનેક લોકો સુનિતા યાદવની કામગીરીને વખાણી રહ્યાં છે અને તેમને ન્યાય આપવાની માગણી કરી રહ્યાં છે. તો સામે અનેક લોકો સુનિતા યાદવનું વર્તન પણ યોગ્ય ન હોવાનું કહી રહ્યાં છે.
વીડિયોમાં જાણો વિવાદમાં આવેલાં સુનિતા યાદવ કોણ છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો