કોરોના વાઇરસ : અમિતાભ અને અભિષેક બચ્ચનની સ્થિતિ કેવી છે?
પ્રકાશિત
જાણીતા બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અભિષેક પણ હોસ્પિટલમાં દાખલ થયા છે. ટ્વીટ કરીને ખુદ અમિતાભ બચ્ચને પોતાના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી.
તેમણે લખ્યું કે કોરોના વાઇરસ માટેનો મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હૉસ્પિટલ આ મામલે તંત્રને જાણકારી આપી રહ્યું છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો