You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિકાસ દુબેની ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ધરપકડ કેવી રીતે કરાઈ?
પ્રકાશિત
કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાના મામલાના મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્ર દ્વારા વિકાસ દુબેની ધરપકડની પુષ્ટિ કરાઈ છે પણ વધારે માહિતી આપવાની ના પાડી છે.
વિકાસ દુબેની ધરપકડને નરોત્તમ મિશ્ર મધ્ય પ્રદેશ પોલીસની મોટી સફળતા ગણાવે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે વિકાસ દુબે હાલ મધ્ય પ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે.
કહેવાય છે કે વિકાસ દુબેને ઉજ્જૈનના મહાકાલ મંદિરના સુરક્ષાકર્મીઓએ પકડીને મધ્ય પ્રદેશ પોલીસને સોંપ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો