કોરોના વાઇરસ હવાથી કેવી રીતે ફેલાય છે?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ હવાથી કેવી રીતે ફેલાય છે?
પ્રકાશિત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આખરે મંગળવાર સાતમી જૂલાઈએ સ્વીકાર્યું છે કે કોરોના વાઇરસનું સંક્રમણ 'હવાથી ફેલાતું હોવાના' પુરાવા છે.

આ પહેલાં વૈજ્ઞાનિકોના એક સમૂહે WHOને માત્ર પત્ર લખીને દિશાનિર્દેશોમાં સુધારા કરવા માટે અપીલ કરી હતી.

આ પહેલાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહેતું હતું કે સાર્સ-કોવિડ-2 (કોરોના) વાઇરસ મુખ્ય રૂપે સંક્રમિત વ્યક્તિનાં નાક અને મોઢાંમાંથી નીકળતાં સૂક્ષ્મ ટીપાંઓના માધ્યમથી ફેલાય છે.

WHO એવું પણ કહેતું રહ્યું છે કે લોકોમાં ઓછામાં ઓછું 3.3 ફૂટ જેટલું અંતર રાખવાથી કોરોના વાઇરસના સંક્રમણને રોકવું શક્ય છે.

પણ જો હવે હવાના માધ્યમથી વાઇરસના પ્રસારની વાત સાચી સાબિત થઈ જાય તો 3.3 ફૂટનું અંતર અને ફિઝિકલ ડિસ્ટન્સિંગના નિયમોમાં ફેરફાર કરવા પડશે. આગામી દિવસોમાં WHO આ મામલે એક બ્રીફ જાહેર કરશે. અહેવાલ જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો