You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ બાદ હવે આપણી કામ કરવાની રીત કેટલી બદલાશે?
ઘરેથી કામ કરતી વેળાએ લોકો વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવાની કળા શીખી રહ્યા છે.
માર્ચ-2020માં ભારતમાં પ્રથમ તબક્કાનું લૉકડાઉન લાગુ થયું, ત્યારથી પૂર્વી શાહ ઘરેથી જ કામ કરે છે.
જનસંપર્કના વ્યવસાયમાં કામ કરતા પૂર્વી બે બાળકોનાં માતા છે. તેઓ વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવા પ્રયાસરત રહે છે.
"ઘરેથી કામ કરવાનું મુશ્કેલ હોય છે, પરંતુ મને લાગે છે કે હવે હું ટેવાઈ ગઈ છું."
શાહે પોતાના ઘરના એક ખૂણામાં નાનકડી ઑફિસ બનાવી લીધી છે, જ્યાં અલાયદું ડેસ્ક, પ્રિન્ટર અને ઇન્ટરનેટ કનૅક્શન છે.
પૂર્વી કહે છે કે સ્થિતિ થોડી વધુ સામાન્ય થશે એટલે તેઓ કૉ-વર્કિંગ સ્પેસમાંથી કામ કરવાનું શરૂ કરી દેશે.
કોરોના વાઇરસ બાદ હવે આપણા કામ કરવાની રીત કેટલી બદલાઈ જશે? જુઓ વીડિયો.
પ્રોડ્યુસર : નિકિતા મંધાણી
ઇલસ્ટ્રેશન : નિકિતા દેશપાંડે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો