વડા પ્રધાન મોદીએ લેહમાં ચીનનું નામ લીધા વિના ગલવાન મામલે શું કહ્યું?

પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લેહ પહોંચ્યા હતા અને તેમણે ત્યાં સીમા પર તહેનાત સૈનિકોને સંબોધિત કર્યા હતા.

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે 14 કૌરની શૂરવીરતાના કિસ્સા ચારે તરફ છે. દુનિયાએ તમારું અદમ્ય સાહસ જોયું છે. તમારી શોર્યગાથાઓ ઘરઘરમાં ગૂંજી રહી છે.

વડા પ્રધાન મોદીએ સૈનિકોને કહ્યું કે તમારી ઇચ્છાશક્તિ હિમાલય જેવી મજબૂત છે અને દઢ છે, સમગ્ર દેશને તમારા પર ગર્વ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો