ભારત-ચીન સંઘર્ષ વચ્ચે વડા પ્રધાન મોદી લેહ પહોંચ્યા, સૈનિકો સાથે કરી વાતચીત
પ્રકાશિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લેહ પહોંચી ગયા. કહેવાઈ રહ્યું છે કે વડા પ્રધાન 15 જૂને ભારત-ચીનની સરહદ પર થયેલી હિંસક અથડામણ પછીની સ્થિતિની સમીક્ષા કરી.
વડા પ્રધાન મોદી સાથે સેનાપ્રમુખ જનરલ નરવણે અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ છે.
આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન સીમા પર તણાવ માટે ચીની આક્રમકતાને જવાબદાર ઠેરવી છે.