You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવારમાં કઈ દવાનો ઉપયોગ કરવામાં આવે છે? ડૉ. તુષાર પટેલ સાથે ખાસ મુલાકાત
કોરોના વાઇરસે જે રીતે દુનિયાને ભરડામાં લીધી તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આપણે ઝડપથી ફેલાતા આ વાઇરસ સામે કેટલા લાચાર છીએ.
કોરોના વાઇરસ સામેની લડત માટે ગુજરાત સરકાર દ્વારા બનાવાયેલી પૅનલમાં સામેલ એવા ચેપી રોગના નિષ્ણાત ડૉ. તુષાર પટેલ કહે છે કે ડૉક્ટરોને સમય જતાં અમુક દવાઓ અને સારવારની પદ્ધતિ વિશે ખ્યાલ આવતાં હવે રાજ્યમાં મૃત્યુદર કાબૂમાં આવી શક્યો છે.
કોરોના વાઇરસ માટે ખાસ વૅક્સિન અને દવાના અભાવમાં વર્ષ 2020 અડધું વીતી ગયું છે.
અત્યાર સુધીમાં એક કરોડથી વધારે લોકો આનાથી ચેપગ્રસ્ત થયા છે અને લગભગ સાડા પાંચ લાખ લોકોનાં મૃત્યુ થયાં છે.
નિષ્ણાતો પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુદર અન્ય દેશો કરતાં ઓછો છે, પરંતુ ગુજરાતમાં કોરોના દર્દીઓનો મૃત્યુદર ચિંતાનો વિષય રહ્યો હતો.
જુઓ ડૉ. તુષાર પટેલ સાથેની આ ખાસ મુલાકાત
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો