You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ટ્રમ્પે દવાનો તમામ જથ્થો કેમ ખરીદી લીધો?
અમેરિકાએ કોરોના વાઇરસની સારવારમાં કારગત નીવડેલી દવા રૅમડેસિવિરનો બધો જથ્થો ખરીદી લીધો છે.
ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે તેમણે રૅમડેસિવિરના લગભગ પાંચ લાખ ડોઝનો સોદો કર્યો છે.
ટ્રમ્પ પ્રશાસને આને એક શ્રેષ્ઠ સોદા ગણાવતાં કહ્યું કે દવાનિર્માતા કંપની ગિલિડ સાયન્સીઝ જુલાઈમાં જેટલી પણ રૅમડેસિવિરનું ઉત્પાદન કરશે તેને અમેરિકાએ ખરીદી લીધી છે.
આ સાથે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં થનારાં ઉત્પાદનનો 90 ટકા જથ્થો પણ અમેરિકાએ ખરીદી લેવાનું નક્કી કર્યું છે.
દવાનિર્માતા કંપની સાથે મળીને અમેરિકાના નિષ્ણાતોએ એ વાતની જાણકારી મેળવી છે કે રૅમડેસિવિર કોવિડ-19થી સંક્રમિત દર્દીઓને સાજા થવામાં મદદ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો