નરેન્દ્ર મોદી ગલવાન ખીણ અને ચીન વિશે શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, નરેન્દ્ર મોદી ગલવાન ખીણ અને ચીન વિશે શું બોલ્યા?
પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં તેમના સંબોધનમાં કહ્યું કે લદ્દાખમાં ભારતની ધરતી સામે નજર ઉઠાવનારાઓને આકરો જવાબ અપાયો છે.

વડા પ્રધાને કહ્યું કે ''પોતાની સરહદની રક્ષા કરવાના ભારતના કૃતનિશ્ચયને વિશ્વએ જોયો છે.''

વડા પ્રધાને કહ્યું કે, ''ઇતિહાસ બતાવે છે કે આપણી સામે ભલે પડકારો મોટી સંખ્યામાં હોય આપણે તેને પહોંચી વળતા આવ્યા છીએ.''

મન કી બાતમાં કોરોના મહામારી સંબંધમાં પીએમ મોદીએ કહ્યું કે ''અનલૉકના તબક્કા દરમિયાન આપણે વધુ સાવચેત રહેવાની જરૂર પડશે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે જેથી કોરોના મહામારીથી આપણી અને અન્યોની રક્ષા કરી શકીએ.''

વડા પ્રધાને કહ્યું કે ''ભારતના વીર સૈનિકોએ બતાવી દીધું છે કે ભારત પોતાની આનને આંચ નહીં આવવા દે.''

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો