એ વ્યક્તિ જે બે પથ્થરોથી કરોડપતિ બની ગઈ

વીડિયો કૅપ્શન, એ વ્યક્તિ જે બે પથ્થરોથી કરોડપતિ બની ગઈ
પ્રકાશિત

કહેવાય છે કે વ્યક્તિનું નસીબ પલટાતા વાર નથી લાગતી.આવું જ કંઈક થયું એક ખાણમાં કામ કરતા સૅનિનિઉ લૅઝર સાથે, જેમને અચાનક ધરતીના ઊંડાણમાંથી 'ખજાનો' મળી આવ્યો અને તેમનું જીવન બદલાઈ ગયું.

લૅઝરને બે ટાંઝાનાઇટ પથ્થર મળી આવ્યા હતા, જે દુનિયામાં એક અનોખા પ્રકારનો પથ્થર ગણાય છે.

આ કિંમતી પથ્થર ઉત્તર ટાન્ઝાનિઆમાં જ મળે છે. લૅઝરને આ પથ્થરના બદલે દેશના ખનિજ મંત્રાલય તરફથી 34 લાખ ડૉલર મળ્યા હતા.

આ પથ્થર એવા સમયમાં મળી આવ્યા છે, જ્યારે નિષ્ણાતો માને છે કે આવનારાં 20 વર્ષમાં આ પથ્થર સમાપ્ત થઈ જશે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો