કોરોના વાઇરસ : વૅન્ટિલેટર કેવી રીતે કામ કરે છે અને કોરોના દરદીનો જીવ કેવી રીતે બચાવે છે?

વીડિયો કૅપ્શન, વૅન્ટિલેટર કેવી રીતે કામ કરે છે અને કોરોના દરદીનો જીવ કેવી રીતે બચાવે છે?
પ્રકાશિત

કોરોના મહામારીમાં ગંભીર થઈ જતા દરદીઓને વૅન્ટિલેટર પર મૂકવામાં આવે છે.

હાલ ગુજરાતમાં 69 જેટલા દરદીઓને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે એ મુજબની માહિતી શનિવારે ગુજરાત આરોગ્ય વિભાગે આપી હતી.

જ્યારેથી કોરોના મહામારીએ પગપેસારો કર્યો છે ત્યારથી વૅન્ટિલેટર સતત ચર્ચામાં રહ્યા છે અને ક્યારેક વિવાદમાં પણ.

એવા પણ કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મૃત્યુ નજીક પહોંચેલા દરદીઓ સાજા થઈને હૉસ્પિટલમાંથી બહાર આવ્યા છે તો વળી ગુજરાતમાં નવનિર્મિત ધમણ-1 વૅન્ટિલેટરને કારણે દરદીઓનાં મૃત્યુ થયા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો.

વૅન્ટિલેટર કેવી રીતે ગંભીર પરિસ્થિતિમાં પહોંચેલા દરદીઓને બચાવે છે? જાણો વીડિયોમાં.

રિપોર્ટ : રોક્સી ગાગડેકર છારા

કોરોના વાઇરસ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો