મોતીકળા : લુપ્ત થવાને આરે પહોંચલી કળાને જિવાડતી કચ્છી મહિલાઓ

વીડિયો કૅપ્શન, કચ્છી મોતીકળા : લુપ્ત થવાને આરે પહોંચલી કળાને જિવાડતી કચ્છી મહિલાઓ
પ્રકાશિત

કચ્છ તેની ભાતીગઢ સંસ્કૃતિ, વારસા અને કળા માટે જાણીતું છે. કચ્છમાં એક એવી કળા ધરબાયેલી છે જે મોતી કળા તરીકે જાણીતી છે.

કચ્છમાં મહિલાઓ નાનાં-નાનાં મોતીથી ઘરેણાં બનાવે છે તથા ઘરને સુશોભિત કરવા માટે તોરણ અને અન્ય વસ્તુઓ બનાવે છે.

હાલમાં આ પ્રાચીન કળા આધુનિક સમયમાં લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે.

કચ્છમાં બહુ જ ઓછી મહિલાઓ આ કામ કરે છે. જોકે, નવા ઉદ્યોગસાહસિકો દ્વારા આ કળાના પ્રચાર અને પ્રસાર માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો