કોરોના વાઇરસ : સુરતમાં ગરીબોની વહારે આવ્યા કિન્નરો

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ મદદ : સુરતમાં ગરીબોની વહારે આવ્યા કિન્નરો
પ્રકાશિત

કોરોનાની મહામારીમાં હજી અર્થતંત્ર પાટે આવ્યું નથી અને ગરીબોની સ્થિતિ કફોડી બની છે ત્યારે સુરતમાં કિન્નર સમુદાય એમની વહારે આવ્યો છે.

આ કિન્નરો રોજેરોજ જરૂરી ભોજન માટે સામાન ગરીબોને ઘરે પહોંચાડે છે.

તેઓ કહે છે કે આ અમારી સામાજિક જવાબદારી છે.

સમાજથી કાયમ ઉપેક્ષા પામતા આ કિન્નરોની નાનકડી મદદ અનેક લોકોનાં પેટ ભરી રહી છે.

જુઓ કોરોનામાં લોકોની સેવાનો આ વીડિયો.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો