ભારતના આ રાજ્યમાં અસામાન્ય લક્ષણ ધરાવતાં કેસ બન્યા મોટી મુસીબત

વીડિયો કૅપ્શન, ભારતના આ રાજ્યમાં અસામાન્ય લક્ષણ ધરાવતાં કેસ બન્યા મોટી મુસીબત
પ્રકાશિત

ભારતમાં દિવસે દિવસે કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.

કોલકાતાથી પ્રભાકર મણિ તિવારી જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં અને ખાસ કરીને કોલકાતામાં અસામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓએ સરકારની ચિંતા વધારી દીધી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આવાં લક્ષણોનો ઉલ્લેખ કર્યો હતો.

સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી અસામાન્ય લક્ષણવાળાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.

આ લક્ષણોમાં સ્નાયુઓમાં દુખાવો, પેટમાં દુખાવો, શરીર પર ચાઠાં, નાક બંધ થઈ જવું, ડાયેરિયા અને સ્વાદ અને ગંધનો અનુભવ ન થવો વગેરેનો સમાવેશ થાય છે.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો