વર્લ્ડ-કપ જિતાડનારા ગુજરાતી ખેલાડીઓ મજૂરી કરવા મજબૂર

પ્રકાશિત

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામમાં ભારતીય અંધ ક્રિકેટ ટીમના ખેલાડી નરેશ તુંબડા રહે છે.

ભારતીય અંધ ક્રિકેટ ટીમના શાનદાર ખેલાડી એવા નરેશભાઈના ઘરની દીવાલ પર લાગેલા મેડલો તેમણે ક્રિકેટમાં ભારત માટે કરેલા ઉમદા પ્રદર્શનની સાક્ષી પૂરે છે.

ભારતીય અંધ ક્રિકેટ ટીમ વર્ષ 2018માં આયોજિત વિશ્વકપમાં પાકિસ્તાનને હરાવી વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું. આ મૅચમાં નરેશભાઈ પણ સામેલ હતા.

જ્યારે આ ખેલાડીઓએ વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કર્યું ત્યારે તેમને દેશના સાચા હીરો તરીકે બિરદાવવામાં આવ્યા હતા. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના વખાણ કર્યા હતા અને તેમની સાથે તસવીર ખેંચાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો