મોરારિબાપુનું નામ શા માટે સતત વિવાદો સાથે જોડાય છે?

પ્રકાશિત

ગુજરાતના કથાકાર મોરારિબાપુના વીડિયો કે પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર તમારા ધ્યાને આવતી હશે. જેમાંથી કેટલીક પોસ્ટ પર વિવાદ પણ થતો જણાય છે.

જોકે, કથાકારના નામ સાથે વિવાદ જોડાયો હોય તેવું પહેલી વખત નથી બન્યું. આ પહેલાં તેઓ કૃષ્ણ અને યદુવંશીઓ ઉપર, કોઈ રાજકીય ટિપ્પણી કે નીલકંઠવર્ણી વિશે નિવેદન કરીને ચર્ચામાં આવી ગયા છે.

અન્ય કોઈ કથાકાર કે ધાર્મિક નેતાની સરખામણીમાં તેમનાં નિવેદનોને બારીકાઈથી ચકાસવામાં આવે છે અને તેની આસપાસ ચર્ચા પણ છેડાઈ જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો