દિલ્હીમાં કોરોના મહામારીમાં વણસતી સ્થિતિ, અમિત શાહ મેદાનમાં ઊતર્યા

વીડિયો કૅપ્શન, દિલ્હીમાં કોરોના મહામારીની પરિસ્થિતિ એટલી ખરાબ કે અમિત શાહ મેદાનમાં ઉતર્યા?
પ્રકાશિત

કોરોના વાઇરસને કારણે દિલ્હીની આરોગ્યવ્યવસ્થા પર અસર થવા પામી છે.

દિલ્હીમાં મહામારીને કારણે પરિસ્થિતિ બેકાબૂ બનતી જણાઈ રહી છે.

આ વાઇરસના સંક્રમણની સારવાર માટે લોકોએ એક હૉસ્પિટલથી બીજા હૉસ્પિટલ સુધી ભટકવા માટે મજબૂર બનવું પડે છે કારણ કે કોઈ હૉસ્પિટલ દર્દીઓને દાખલ કરવા તૈયાર નથી.

સોશિયલ મીડિયા આવી અનેક કહાણીઓનું સાક્ષી બની રહ્યું છે.

ત્યારે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની હૉસ્પિટલની મુલાકાત લીધી અને બેઠકો પણ કરી રહ્યા છે.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો