મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ, વિજય રૂપાણીએ શું કહ્યું?

પ્રકાશિત

દ્વારકામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારી બાપુ સાથે ઝપાઝપીના પ્રયાસને કારણે વધુ એક વિવાદ ઊભો થયો છે.

મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસની ચારે તરફ ટીકા થઈ રહી છે.

મોરારિબાપુ ઉપર હુમલાના પ્રયાસની વિરુદ્ધ અનેક શહેરમાં આવેદનપત્ર તથા પોલીસ અરજીઓ થઈ હોવાના અહેવાલ છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને વખોડી છે, તો કૉંગ્રેસે ભાજપના નેતાની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કહી હતી.

જોકે મોરારિબાપુના કહેવા પ્રમાણે, તેમના તરફથી વિવાદ પૂરો થાય છે અને તેઓ માફી આપે છે.

હિંદુઓના આરાધ્ય કૃષ્ણ અને તેમના વંશજોને લઈને કરેલી ટિપ્પણીના વિવાદ બાદ મોરારિબાપુ દ્વારકા મંદિરમાં માફી માગવા પહોંચ્યા હતા, જે દરમિયાન આ બનાવ બન્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો