કોરોના વાઇરસની બીજી લહેરના ખતરા વચ્ચે શું હજી ચીન કંઈક છુપાવે છે?

વીડિયો કૅપ્શન, વુહાનમાં જનજીવન સામાન્ય થયું પરંતુ શું હજી ચીન કંઈક છુપાવી રહ્યું છે?
પ્રકાશિત

ચીનમાં ફરી કોરોના વાઇરસના સંક્રમણના કેસ સામે આવવા લાગ્યા છે.

કોરોના વાઇરસની બીજી લહેરના ખતરાને ધ્યાનમાં રાખીને ચીનની સરકાર ફરીથી સતર્ક થઈ રહી છે.

હાલમાં ચીનની રાજધાની બેજિંગમાં કોરોનાના નવા કેસ આવવાના શરૂ થતાં અહીં એક હજારથી વધારે ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી.

ત્યારે વુહાન જ્યાં સૌથી પહેલાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા હતા, ત્યાં જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. પરંતુ હજી ચીનની સરકારની નિયંત્રણકારી નીતિઓ તેમની તેમજ છે.

ચીનની સરકાર શું છુપાવવા માગે છે?

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો