ભારત અને ચીન વચ્ચે 1962ના યુદ્ધ પછી કેવા સંબંધ રહ્યા?

પ્રકાશિત

45 વર્ષ પછી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જે થયું તેણે 1962ના યુદ્ધની યાદ અપાવી દીધી છે, જે ભારત અને ચીન વચ્ચેનો યાદગાર સંઘર્ષ મનાય છે.

1962ની લડાઈ બાદ ભારત અને ચીને પોતપોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા હતા.

બંને દેશોની રાજધાનીમાં નાનાં-નાનાં મિશન તરીકે બંને દેશોના કર્મચારીઓ કામ કરતા હતા. અચાનક ચીને ભારતના બે કર્મચારીઓને જાસૂસીના આરોપમાં બરખાસ્ત કરી દીધા.

જોકે ભારત અને ચીન વચ્ચેના સંબંધ ધીરે-ધીરે સામાન્ય થતાં લાંબો સમય લાગ્યો અને તે દરમિયાનની આવી તો કેટલીય કહાણીઓ છે.

બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ આ જ પ્રકારે ભૂતકાળને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી વાગોળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો