મહારાષ્ટ્રના લોનાર લેકનું પાણી અચાનક ગુલાબી કેમ થઈ ગયું?

પ્રકાશિત

તમે ક્યારેય ગુલાબી રંગનું તળાવ જોયું છે? મહારાષ્ટ્રનું આ તળાવ ગુલાબી થઈ ગયું છે. એક-બે દિવસ પહેલાં આ તળાવ આવું દેખાતું હતું. આ તળાવ મહારાષ્ટ્રના બુલઢાણાથી 90 કિમી દૂર છે. આ દુનિયાનું ત્રીજું અને મહારાષ્ટ્રનું પ્રથમ ખારા પાણીનું તળાવ છે.

એવું કહેવાય છે કે 50 હજાર વર્ષ પહેલાં ઉલ્કા પડવાથી તળાવ બન્યું હતું. તંત્રનું કહેવું છે કે તળાવનો રંગ કેમ બદલ્યો તેની તપાસ ચાલે છે. સ્થાનિકોનું કહેવું છે કે ગટરનું પાણી ભળવાથી તળાવનો રંગ બદલાયો છે. જોકે, તંત્ર આ વાતથી ઇન્કાર કરે છે.