ભારતીય સેના પણ ચીન સામે ટીટ-ફોર-ટેટ કરી શકે : પૂર્વ સેનાધ્યક્ષ બિક્રમ સિંહ

પ્રકાશિત

ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ ચાલી રહી છે ત્યારે બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતે ભારતના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ બિક્રમ સિંહ સાથે વાત કરી હતી.

બિક્રમસિંહે કહ્યું કે ભારતની બૉર્ડર પર પેટ્રોલિંગ ચીનથી ત્રણથી ચાર ગણું છે. પરંતુ ચીન આને રિપોર્ટ કરતું નથી. ભારતમાં એક મુક્ત લોકતંત્ર છે. જેના કારણે મીડિયામાં આવી જાય છે. તેમણે વધુમાં કહ્યું, "જો સેનાને આદેશ મળશે તો ટિટ ફોર ટૅટ કરશે. તેઓ એક વિસ્તારમાંથી આવે છે, તે બીજા વિસ્તારમાંથી આવી જાય છે."

જુઓ અહેવાલ વિસ્તારથી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો