વડોદરા : પિતાના મૃત્યુના 3 દિવસ બાદ પરીક્ષા આપનાર છોકરીએ મેળવી ઝળહળતી સફળતા

પ્રકાશિત

વડોદરામાં રહેતી મિતાલીએ 10મા ધોરણમાં ઝળહળતી સફળતા મેળવી છે પરંતુ આ સફળતા પાછળ મિતાલીએ દુખો અને સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું છે.

પરીક્ષાના 3 દિવસ પહેલાં જ તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું અને તેમનાં માતા પેટ્રોલપંપ પર કામ કરે છે. પિતાના મૃત્યુ બાદ પણ મિતાલીએ પરીક્ષા આપી હતી. જે બાદ રિઝલ્ટમાં તેમણે ઝળહળતી સફળતા મળી છે. મિતાલીએ પિતાના મોત બાદ પરીક્ષાના કેવા દુખ સાથે આપી તેની વાત કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો