You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના કબ્જાના એ ભાગો જેના પર નેપાળે પોતાના હોવાનો દાવો કર્યો
પ્રકાશિત
નેપાળે તેના નવા નકશાને મંજૂરી આપી દીધી છે. આ નકશામાં ભારતના કબ્જામાં રહેલા ભાગોને નેપાળે પોતાના દર્શાવ્યા છે.
નકશો એટલા માટે વિવાદીત બન્યો છે કારણકે નેપાળે તેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળના અધિકારક્ષેત્રમાં બતાવ્યું છે. જોકે ભારત નેપાળના આ દાવાને નકારે છે.
જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કર્યા બાદ ભારતે જ્યારે તેનો નવો નકશો બહાર પાડ્યો ત્યારે તેમાં કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખને ભારતનો હિસ્સો ગણાવ્યા હતા.
તે વખતે પણ નેપાળમાં તેને લઈને સખત વિરોધ થયો હતો.