ભારત અને નેપાળ વચ્ચેનો નકશાવિવાદ ક્યાં પહોંચ્યો?

વીડિયો કૅપ્શન, ભારત અને નેપાળ વચ્ચે એક નકશા મામલે ઊભો વિવાદ કેટલે પહોંચ્યો ?
પ્રકાશિત

ભારત અને નેપાળ વચ્ચે એક નકશાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. નેપાળે તેના નવા નકશાને સંસદમાં પાસ કરાવવાની દિશામાં એક ડગલું આગળ વધાર્યું છે.

નેપાળની સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં નેપાળના નવા રાજનીતિક નકશા અને નવા પ્રતીકચિહ્ન અપનાવવાને લઈને સંવિધાન સંશોધન કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે

નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે નવા નકશાને માન્યતા આપવાના આ પ્રસ્તાવને પ્રતિનિધિસભા સમક્ષ મુક્યો હતો.

જેના પર સામાન્ય સહમતિ બની ગઈ છે આમ તો સંસદમાં તેના પર ચર્ચા બાકી છે અને તેના પર મતદાન પણ થશે.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો