આજથી ધાર્મિક સ્થળો, રેસ્ટોરાં, મૉલ ખુલ્લાં, કોરોનાનું સંક્રમણ વધવાનો ડર
પ્રકાશિત
31 મેના રોજ પૂરા થતાં લૉકડાઉનના ચોથા તબક્કા બાદ પહેલી જૂનથી સમગ્ર દેશમાં અનલૉક-1 લાગુ કરી દેવાયું.
અનલૉક-1 હેઠળ અનેક વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે રાહતની મર્યાદા વધારી દઈ, સરકારે સમગ્ર દેશના અર્થતંત્રને ફરી પાટે લાવવાની દિશામાં પગલાં ભર્યાં હોવાનું મનાતું હતું.
તે સમયે જ સરકાર દ્વારા જારી કરાયેલાં સૂચનોમાં 8મી જૂનથી વધુ વિસ્તૃત છૂટછાટો આપવાની વાત પણ કરાઈ હતી.
હવે તાજેતરમાં જ સરકારે એક ખાસ આદેશ થકી કેટલાંક માર્ગદર્શનો સાથે મૉલ, મંદિર અને રેસ્ટોરાં ફરી શરૂ કરવાના આદેશો આપી દીધા છે. તો શું હવે કોરોના વાઇરસ દેશમાં ઝડપથી ફેલાશે? શું કહે છે નિષ્ણાંતો અને WHO, જુઓ વીડિયો.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો