સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે લોકો કેવા નુસખા અપનાવે છે?

પ્રકાશિત

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે વિશ્વના લોકો નવાં-નવાં ગૅઝેટ્સ શોધી રહ્યાં છે, બનાવી રહ્યાં છે.

ડિઝાઇનર્સ, સંશોધકો અને વિશ્વના ઘણા લોકો વિચારી રહ્યા છે કે આપણે કેવી રીતે સદાય માટે સોશિયલ ડિસ્ટન્સિંગને અપનાવી શકીએ.

નેધરલૅન્ડના બે ડિઝાઇનરે આ સિસ્ટમ તૈયાર કરી છે. જ્યારે તમારી નજીકથી કોઈ પસાર થાય ત્યારે તે તમારી આજુબાજુ વર્તુળાકર લાઇટ કરે છે, જેનાથી તમને સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ આવી શકે.

ચીનમાં કેટલાક વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ હેટ્સ પહેરી રહ્યા છે.

વિશ્વના ઘણા દેશ, વિસ્તારમાં લૉકડાઉન ખૂલવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આગામી મહિનાઓમાં આવા અવનવા આઇડિયા જોવા મળે તો નવાઈ નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો