કોરોના વાઇરસ : સોનુ સૂદને લૉકડાઉનમાં મજૂરોને મદદ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : સોનુ સૂદને લૉકડાઉનમાં મજૂરોને મદદ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
પ્રકાશિત

કોરોનાની મહામારીમાં અનેક મજૂરોની મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ સતત સમાચારોમાં રહ્યાં છે. લૉકડાઉનમાં સોનુ સૂદે મજૂરોને ઘરે પહોંચાડવાની ઝુંબેશ આદરી હતી.

એમણે એક ફોન નંબર જાહેર કર્યો હતો અને આ નંબર પર મદદ માગનાર દરેકને ઘરે મોકલવાની વ્યવસ્થા તેઓ કરતા કરા હતા.

બસોની વ્યવસ્થાથી લઈને વિમાનની ટિકિટ સુધીની સગવડો કરી સોનુ સૂદે આયોજનપૂર્વક અનેક શ્રમિકોને ઘરે પહોંચાડ્યા છે.

સોનુ સૂદની કામગીરીના અનેક લોકોએ વખાણ કર્યા છે તો અનેક લોકો તેઓ હવે રાજકારણમાં ઝંપલાવશે એમ પણ કહી રહ્યા છે.

લોકોની મદદથી લઈને પૉલિટિક્સમાં પ્રવેશ સુધીની બાબતો વિશે બીબીસીએ સોનુ સૂદ સાથે વાત કરી. જુઓ આ ખાસ મુલાકાત વીડિયોમાં.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો