કોરોના વાઇરસની મહામારી વચ્ચે અમેરિકા ભડકે કેમ બળી રહ્યું છે?

પ્રકાશિત

એક કાળી વ્યક્તિ જોર્જ ફ્લોયડના મૃત્યુ અમરિકાનાં અનેક શહેરોમાં સતત છઠ્ઠા દિવસે આગચંપી યથાવત્ છે.

મિનિયોપોલીસમાં એક સપ્તાહ પહેલા આફ્રિકી-અમેરિકનના પોલીસ હિરાસતમાં મૃત્યુ બાદ આ આગ ભભૂકી ઊઠી છે.

ગોરા અધિકારી ડેરેક ચૌવિનની સામે જ્યૉર્જ ફ્લૉયડની હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે.

વાત એટલી વણસી ગઈ કે સુરક્ષાના કારણસર ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અડરગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા.

અમેરિકાનાં લગભગ 40 શહેરોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, પરંતુ લોકો તેને નજરઅંદાજ કરીને રસ્તા પર ઊતરી આવ્યા છે.

નૉર્થ અમેરિકાના સંવાદદાતા ડેવિડ વિલિસનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો