અનેક પ્રયાસો છતાં ગુજરાતમાં કોરોના કાબૂમાં કેમ નથી આવતો?

પ્રકાશિત

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા ગુરુવાર સવારની સ્થિતિ મુજબ 15 હજારને પાર કરી ગઈ છે, જ્યારે 938 પેશન્ટનાં મૃત્યુ થયાં છે.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના આંકડા પ્રમાણે, લગભગ 73 ટકા કેસ (11,097) એકલા અમદાવાદના છે.

કુલ મૃત્યુમાંથી લગભગ 81 ટકા મૃત્યુ (764) એકલા અમદાવાદમાં નોંધાયા છે.

ક્લસ્ટ ક્વોરૅન્ટીન, લૉકડાઉન, સઘન ટેસ્ટિંગ જેવાં પગલાં લેવા છતાં એવાં તે શું કારણો છે કે જેનાં કારણે અમદાવાદ હૉટસ્પૉટ બની રહ્યું છે અને રાજ્ય સરકાર કોરોનાની ઉપર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો