You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાં સુરક્ષાદળો પર મોટો હુમલો ટળ્યો હોવાનો દાવો, જુઓ શું હતી સમગ્ર ઘટના
જમ્મુ-કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે 'પુલવામા-સ્ટાઇલ' હુમલાને ટાળવામાં સફળતા મળી છે.
પોલીસના કહેવા પ્રમાણે, બુધવારે રાત્રે એક ગાડીએ ચેકપૉઇન્ટ તોડીને આગળ નીકળી ગઈ હતી, બાદમાં બિનવારસુ હાલતમાં એક ગામડાં પાસે મળી આવી હતી.
જેને બાદમાં બૉમ્બ ડિસ્પૉઝલ સ્ક્વૉડે તેને કંટ્રોલ્ડ બ્લાસ્ટ દ્વારા ઉડાવી દીધી હતી.
શરૂઆતમાં એવા અહેવાલ હતા કે પોલીસ અને ઉગ્રપંથીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, પરંતુ પોલીસે આ વાતને સત્તાવાર રીતે નકારી કાઢી છે. સાથે જ દાવો કર્યો છે કે હુમલાના નિષ્ફળ પ્રયાસ પાછળ હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ છે.
પોલીસના કહેવા પ્રમાણે, સમગ્ર કામગીરી સી.આર.પી.એફ. અને સેનાએ મળીને પાર પાડી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો