એ સંજોગો જેના કારણે ભારત અને ચીન સરહદ પર સામે-સામે આવી ગયા
પ્રકાશિત
લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે મારામારી બાદ અહીં સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ છે, બંને પક્ષોએ પોતાના સૈનિકોની સંખ્યા વધારી છે, જેના કારણે તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ છે.
આ પહેલાં સિક્કિમમાં પણ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી.
બીજી બાજુ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને યુદ્ધની સ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપી છે. જોકે, તેમણે કયા દેશના સંદર્ભમાં આ વાત કહી તે સ્પષ્ટ નથી.
ચીન અને તાઇવાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, હૉંગકૉંગ મુદ્દે વિશ્વ સમુદાયનો મત તેની વિરુદ્ધ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો