લૉકડાઉન 4.0: વિમાની સેવા શરૂ થઈ પણ વિમાનની અંદર કેવા ફેરફાર કરાયા?

વીડિયો કૅપ્શન, સોમવારથી દેશમાં વિમાની સેવા શરૂ, ત્યારે જુઓ હવે પ્લેનની અંદર કેવા ફેરફારો થયા?
પ્રકાશિત

કોરોના વાઇરસના ભય વચ્ચે દેશમાં આજથી ડૉમેસ્ટિક ફ્લાઇટ શરૂ થઈ ગઈ. જે અંતર્ગત અમદાવાદ ઍરપૉર્ટ પર આજે સવારે દેશના વિવિધ ભાગોમાંથી આવી પહોંચ્યા હતા.

જેના ભાગરૂપે દિલ્હી ઍરપૉર્ટથી સવારે 4:45 વાગ્યે પ્રથમ ફ્લાઇટ રવાના થઈ. જ્યારે મુંબઈ ઍરપૉર્ટથી સવારે 6:45એ પ્રથમ ફ્લાઇટ પટણા માટે ઊડી.

આ પહેલાં ડૉમેસ્ટિક ફ્લાઇટની શરૂઆતને લઈને નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પૂરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું :

"દેશમાં નાગરિક ઉડ્ડયન કાર્યોની ભલામણ કરવા માટે વિવિધ રાજ્યો સાથે વાતચીતનો એક લાંબો દિવસ રહ્યો."

"આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને બાકાત કરતા સોમવારે દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઇટની શરૂઆત થશે."

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો