અર્થતંત્રને બચાવવા મોદી સરકાર પાસે કયા વિકલ્પો છે?
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયેલા 20 લાખ કરોડ રૂપિયાના પૅકેજને અપૂરતું ગણાવ્યું હતું.
જે બાદ ભાજપે પણ કૉંગ્રેસને વળતો જવાબ આપ્યો હતો.
જોકે, ચિદમ્બરમે પ્રેસ કૉન્ફરન્સમાં એક સલાહ આપી હતી કે સરકારને આવા સમયે રાજકોષીય નુકસાનની ચિંતા છોડી દેવી જોઈએ.
ભાજપ પ્રવક્તા ગોપાલ કૃષ્ણ કહે છે કે ચિદમ્બરમ એને સ્પિન કરવા માંગે છે, નાણામંત્રીએ પ્રેસ કૉન્ફરન્સમાં બધા આંકડા આપ્યા છે.
તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આરબીઆઈએ પહેલાં જે સ્ટિમુલસ પૅકેજ જારી કર્યુ છે અને 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના'માં 1,92,000 કરોડ રૂપિયા પહેલાંના હતા, જે કુલ મળીને આ આખું પૅકેજ છે.
કોરોના વાઇસના પહેલાં દોરમાં જઈએ તો તે પહેલાં ભારતીય અર્થવ્યવસ્થા ઘણા કપરા સમયમાંથી પસાર થઈ રહી હતી. તે બાદ કોરોના વાઇરસે ભારતીય અર્થવ્યસ્થા પર ખરાબ અસર કરી છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો