You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : એક એવો દેશ જેણે ક્યારેય સંપૂર્ણ લૉકડાઉન કર્યું નહીં
સ્વિડને કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને મામલે તેના અલગ પ્રકારના વલણને લઈને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.
આ દેશે ક્યારેય સંપૂર્ણ લૉકડાઉન અમલમાં મૂક્યું નહીં. જોકે હવે તે તેના વૃદ્ધ નાગરિકોની સંભાળ રાખવામાં નિષ્ફળતાને લઈને ટીકાનો સામનો કરી રહ્યું છે.
અહીં વાઇરસને કારણે થયેલા કુલ મૃત્યુમાંથી અડધોઅડધ મૃત્યુ વૃદ્ધાશ્રમોમાં થયાં છે.
દેશમાં હળવા પ્રતિબંધો મૂકવા સાથે સ્વિડને તેના વયોવૃદ્ધ નાગરિકોની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાતરી આપી હતી, પરંતુ હજારો લોકો મૃત્યુ પામ્યા છે.
સ્ટોકહોમમાં અધિકારીઓ કહે છે કે ઑક્સિજન એમના માટે છે જેમને એની સૌથી વધુ જરૂર છે, જોકે કેટલાક માને છે કે બધા દર્દીઓ હૉસ્પિટલ સુધી જઈ શકતા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો