કોરોના વાઇરસ : ગુજરાતના નડિયાદમાં કિટ પહેરી થાય છે હૅર કટિંગ

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : ગુજરાતના નડિયાદમાં કિટ પહેરી થાય છે હૅર કટિંગ
પ્રકાશિત

કોરોના મહામારીને પગલે લૉકડાઉન 4.0ની દેશમાં શરૂઆત થઈ છે.

લૉકડાઉનમાં અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તો અમુક બાબતોમાં છૂટ પણ આપવામાં આવી છે.

લૉકડાઉનમાં જે સેવાને લઈને વધારે ચર્ચા થઈ છે તેમાં સલૂનનો પણ સમાવેશ થાય છે.

અનેક લોકોએ દિવસોથી હજામત કરાવવાનું ટાળ્યું છે.

જોકે, જ્યાં કેસો નથી ત્યાં અશંત સૂલનો ખૂલવા શરૂ થયાં છે.

ગુજરાતમાં નડિયાદમાં હૅર સૂલન ખૂલવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ સલૂનની અંદરનો નજારો સામાન્ય દિવસો જેવો નથી.

કોરોના વાઇરસની ગંભીરતાને પગલે સૂલનમાં કર્મચારીઓ PPE સૂટ પહેરીને કામ કરે છે. જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો